મોરબી જિલ્લામાં પાકની નુકશાનીના સર્વેની મુદત વધારો : તાલુકા ભાજપ

- text


મોરબી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ

મોરબી : મોરબી જિલ્લાના અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે પાકની નુકશાનીના સર્વે માટે 50 ટીમોની રચના કરીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ વરસાદના લીધે હાલ ખેતરોમાં પાણી ભરાયેલા હોય સર્વેનું કામ શક્ય ન હોવાથી સર્વે માટે મુદત વધારવાની માંગ સાથે મોરબી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં પાકની નુકશાની માટે ટીમોની રચના કરીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ ખેડૂતો કહી રહ્યા છે કે વરસાદના કારણે હજુ ઘણા ખેતરો પાણીમાં ગરકાવ છે. આથી, ખેતરોમાં સર્વે કરવા માટે સર્વે ટીમના અધિકારીઓ અને સરપંચ ખેતરોમાં જઈ શકતા નથી. જ્યારે એક સર્વે ટીમને સર્વે કરવા માટે 7 થી 8 ગામો સોંપવામાં આવ્યા છે. તેથી, 6 હજારથી 10 હજાર સુધીના સર્વે નંબર પર 10 દિવસમાં કેવી રીતે સર્વે કરી શકે? તેમજ સર્વે ટીમના અધિકારીઓ પાસે ચોક્કસ ગાઈડ લાઈન ન હોવાથી આ અગત્યના કામમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. આથી, સર્વે ટીમમાં સંખ્યા વધારી યોગ્ય ટ્રેનિંગ આપવાની સાથે સર્વેની કામગીરીમાં મુદત વધારવાની માંગ કરી છે.

- text