મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં જુગાર રમતા 2 મહિલાઓ સહીત 5 પકડાયા

- text


કુલ રોકડ રકમ રૂ. 62,000 જપ્ત

મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી 2 મહિલાઓ સહીત 5 શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 62,000 કબ્જે કરી છે.

- text

ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ નાઇટ પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે લીલાપર રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મુકેશભાઇ જાદવભાઇ પરમારના ઘરમાં રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા 5 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 62,000 જપ્ત કરવામાં આવ્યા છે. રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલા મુકેશભાઇ જાદવભાઇ પરમાર, જીતેશભાઇ ભીખાભાઇ સોલંકી, નકુલભાઇ કરશનભાઇ મંદરીયા, રેખાબેન મુકેશભાઇ પરમાર તથા અરૂણાબેન જીતેશભાઇ સોલંકી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text