મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ

- text


ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી

માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી છોડાતા ફગશીયા ગામે આવેલા ખેતરો પાણીમાં ગરકાવ બન્યા છે. આ પાણી ખેતરોમાં ભરવાથી ઉભો મોલ મુરજાઇ જવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી છે.

- text

માળીયાના ફગશીયા ગામના ખેડૂતો રોશનબેન રમજુભાઈ ચાનીયા અને રાયબભાઈ હાજીભાઈ ચાનીયાએ જણાવ્યું હતું કે તેમના ખેતરોમાં અગાઉ તુવેરિયા, જાર, મગફળી સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું હતું અને ઉભો મોલ તૈયાર થઈ ગયો છે. ત્યારે જ મચ્છુ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે. માળીયા વિભાગની મચ્છુ બે નંબરની કેનાલમાથી પાણી છોડાતા છેવાડાના ગામ ફગશીયાના ખેતરોમાં ઉભા મોલ પર પાણી ફરી વળ્યું છે. આ ગામના ખેતરોમાં ઉભા મોલ વચ્ચે પાણી ભરાય ગયા છે. તેથી, ઉભા મોલમાં પાણીમાં મુરજાઇ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો પાણીના કારણે ઉભા મોલ બગડી જશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે. હાલમાં પાણીની જરૂર ન હોય છતાં પાણી છોડાતા ખેડૂતોને આર્થિક રીતે મોટી નુકશાની થવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.

- text