મોરબીમાં 24મીએ નેત્રા આંખની હોસ્પિટલનો શુભારંભ : 25થી 30મી સુધી ફ્રી નિદાન કેમ્પ

- text


 

હવે આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન- સારવાર-સર્જરી ઘરઆંગણે : અદ્યતન મશીનરી વડે ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર : 5 હજાર ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવતા ડો. વિશાલ રૂપાલાની સેવાનો લાભ

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : હવે આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર તેમજ સર્જરી મોરબીવાસીઓને ઘર આંગણે મળશે. કારણકે શહેરમાં આગામી તા.24 જૂનના રોજ નેત્રા આંખની હોસ્પિટલનો શુભારંભ થવાનો છે. શુભારંભની સાથે જ મોરબીવાસીઓ માટે ખાસ તા. 25થી લઈને 30 જુન સુધી ફ્રી નિદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.

મોરબીના અયોધ્યાપુરી રોડ પર જલારામ મંદિરની સામે સાવસર પ્લોટમાં પરમેશ્વર પ્લાઝા ખાતે ત્રીજા માળે નેત્રા આંખની હોસ્પિટલનો આગામી તા.24 જુનને બુધવારના રોજ શુભારંભ થવાનો છે. જેમાં અદ્યતન કોમ્પ્યુટરાઈઝડ આંખની તપાસણી કરવામાં આવશે. અહીં ફેંકોઈમલ્સીફિકેશન તથા લેઝરની સેવા ઉપલબ્ધ છે. લેઝર દ્વારા ચશ્માંના નંબર ઉતારવા માટેની તપાસ તેમજ ઓપરેશન સુવિધા, ટાંકા તથા ઇન્જેક્શન વગરના મોતીયાના ફેકોઈમલ્સીફિકેશન પદ્ધતિથી ઓપરેશન, વેલનું પ્લાસ્ટિક સર્જરી દ્વારા અદ્યતન પદ્ધતિથી ઓપરેશન, કીકીના રોગોનું નિદાન તેમજ સારવાર, ત્રાંસી આંખ તથા પડદાના રોગોનું નિદાન તેમજ ઝામરના દબાણની તપાસ તેમજ સારવાર ઉપલબ્ધ છે.

અહીં ડો. વિશાલ રૂપાલા (આંખના રોગોના નિષ્ણાંત)ની સેવા દર્દીઓને મળશે. ડો. વિશાલ રૂપાલા 5 હજારથી વધુ ઓપરેશનનો અનુભવ ધરાવે છે. સાથે તેઓએ સૌથી અનુભવી ડો. સાપોવાડીયા સર સાથે કામ કરવાનો તેમજ ગુજરાતની સૌથી અત્યાધુનિક સી.એચ. નગરી હોસ્પિટલમાં કામ કરવાનો ગોલ્ડન અનુભવ મેળવ્યો છે. ઉપરાંત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 5 વર્ષનો અનુભવ પણ લીધો છે. અને જય અંબે મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમા મુખ્ય આંખના નિષ્ણાંત તરીકે તેઓ એક વર્ષથી ફરજ બજાવે છે.

- text

વધુમાં હોસ્પિટલમાંના શુભારંભ બાદ દર્દીઓને નિઃશુલ્ક સેવાનો લાભ આપવા માટે તા. 25થી 30 જૂન સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા માટે એપોઇટમેન્ટ લેવી ફરજીયાત છે. એપોઇટમેન્ટ માટે ફોન નં. 02822 224824 ઉપર નામ નોંધવવાનું રહેશે.

- text