કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરન્ટાઈન પીરીયડ બાદ પતરાની દીવાલ હટાવવા સાંસદ મોહનભાઈ કુંડારીયાનું સૂચન

- text


મોરબી : કોઈપણ વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થયા બાદ પતરાની દીવાલ હટાવી લેવી જોઈએ. તેવું સૂચન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવેલ છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે જે કોઈપણ એરીયામાં એક પણ કોરોનાનો કેસ પોઝીટીવ આવે, તે આખા એરીયાને કન્ટેન્મેન્ટ ઝોન ગણીને સીલ કરવામાં આવે છે. જે દર્દીને કોરોનાનો પોઝીટીવ આવી ગયો હોય અને સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવી ગયેલ હોય અને હોસ્પીટલમાંથી પણ રજા આપી દેવામાં આવી હોય અને તે દર્દીને 18 દિવસ થઈ ગયા હોય તે એરીયામાં પણ ગેલ્વેનાઈઝ પતરાની 10 ફુટ ઉંચી દિવાલ કરી દેવામાં આવે છે.

- text

દા.ત. મોરબી જીલ્લામાં વાંકાનેર શહેરમાં અરૂણોદય સોસાયટી. આ સોસાયટીમાં કુલ 235 જેટલા ઘર છે. આ ઝોનની અંદર 18 દિવસ થયા એકપણ વ્યકિત બહાર નીકળી ન શકે, ધંધા રોજગાર ઉપર પણ જઈ ન શકે. જેનાથી આ ઝોનમાં રહેતા લોકોમાં માનસીક ભય અનુભવાતો હોય છે. તો આવા ઝોનની અંદર 14 દિવસ કોરન્ટાઈનના પુર્ણ થાય ત્યારપછી એરીયાના ફરતે 10 ફુટ ઉચી ગેલ્વેનાઈઝ પતરાની દિવાલ કરવામાં આવે છે. તે દુર કરવી જોઈએ. અને જે ઘરમાં કોરોનાનો દર્દી હોય તે ઘર ફરતે જ દિવાલ રાખવી જોઈએ. તેવો યોગ્ય નિર્ણય લેવા મુખ્યમંત્રીને મોહનભાઈ એ અંગત ભલામણ સહ વિનંતી કરેલ છે.

- text