ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા 1 લાખની લોનના ફોર્મનું નિ:શુલ્ક વિતરણ કરાયું

- text


મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા 1 લાખ લોનની જાહેરાત કરવામાં આવી હતી. જેના ફોર્મ ભારતીય યુવા શક્તિ સંગઠનના જયદીપભાઇ, વિશ્વરાજસિંહ, વિવુભા, અશ્વિનભાઈ, સિધ્ધાથૅભાઈ સહિતના કાર્યકર્તાઓ દ્ધારા મોરબીમાં તે ફોર્મને વિનામૂલ્યે સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જેનો મુખ્ય હેતુ એ હતો બેન્કમાં જઈ લોકોને ફોર્મ મેળવવા માટે હાલાકી ના ભોગવવી પડે અને સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ ન થાય. જેથી, કોરોના સામે લડી શકાય માટે મોરબીની સામાન્ય પ્રજાને ભારતીય યુવા શક્તિ સંગઠન દ્વારા 400 ફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text