માટેલ પાસેની ચાર ફેકટરીના 40 શ્રમિકો બસમાં બેસીને મધ્યપ્રદેશ જવા રવાના થયા

- text


ફેક્ટરીના માલિકે શ્રમિકોને હાલાકી ન પડે તે માટે મેડિકલ સર્ટી. તથા મંજૂરી મેળવીને સ્વખર્ચે આ તમામ શ્રમિકોને વતન પહોચાડવાની વ્યવસ્થા કરી

મોરબી : મોરબી જિલ્લામાં વસતા બહાર રાજ્યોના શ્રમિકોને વતન જવાની સરકારે છૂટ આપ્યા બાદ મેડિકલ સર્ટી અને વતન જવા માટે ભાડા ખર્ચ ન હોવાથી શ્રમિકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. તેથી, આ મજૂરોની વહારે ઉધોગપતિ આવ્યા છે. જેમાં વાંકાનેર પાસેના માટેલ નજીક આવેલ ચાર કેફટરીના 40 કામદારોને ફેક્ટરીના માલિકોએ તેમના વતન પહોંચડાવાની વ્યવસ્થા કરી છે અને 40 શ્રમિકો બસમાં બેસીને મધ્યપ્રદેશ રવાના થયા છે.

- text

માટેલ પાસે આવેલ ઉમા સ્ટોન, ઉમા માઈક્રોન, ઉમા ઇન્ડસ્ટ્રીઝ, શીવ મિનરલ એમ આ ચાર ફેક્ટરીમાં બહાર રાજ્યોના 40 જેટલા મજૂરો ત્યાં જ રહીને રોજીરોટી મેળવે છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે આ શ્રમિકોને વતનમાં જવાની છુંટ આપતા આ ચારેય ફેક્ટરીના 40 મજુરો પણ વતન જવા માંગતા હોવાથી આ ફેક્ટરીના માલિક મિલનભાઈ બાવરવાએ સ્વખર્ચે આ મજૂરોને તેમના વતન પહોંચડાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ખુદ ફેકટરીના માલિકે મામલતદાર કચેરીએ જઈને શ્રમિકોને વતન જવા માટે મંજૂરી પણ મેળવી હતી. તેમજ આરોગ્ય તંત્ર પાસેથી કોરોના મુક્તના મેડિકલ સર્ટી મેળવ્યા હતા. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેકટરીના માલિકે સ્વખર્ચે બસ બાંધીને 35 મહિલા પુરુષો અને 5 બાળકો મળીને 40 શ્રમિકોને તેમના વતન મધ્યપ્રદેશ મોકલ્યા છે.

- text