માળીયાના કુંભારીયા અને ખાખરેચી નજીક પાઇપ લાઈન તોડી પાણી ચોરીનું કારસ્તાન

- text


પાણી પુરવઠાના અધિકારીએ અસામાજિકો સામે પાણી ચોરીની ફરિયાદ નોંધાવી

મોરબી : માળીયાના કુંભારીયા અને ખાખરેચી ગામ નજીક પાણીની પાઇપ લાઈન તોડીને પાણી ચોરીનું કારસ્તાન બહાર આવ્યો છે. જેમાં 16 શખ્સો પાણીની પાઇપ લાઈન તોડીને પાણી ચોરી કરતા હોવાનું પાણી પુરવઠા તંત્રના ધ્યાને આવતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પાણી પુરવઠાના અધિકારીએ 16 શખ્સો સામે પાણી ચોરીની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થાબોર્ડ મોરબીની પેટા વિભાગીય કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર જયવંતસિંહ જાડેજાએ માળીયા પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી કે ,માળીયા મોરબી વિસ્તારમાં પીવાનું પાણી મળતું હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી હતી અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાની ફરિયાદના સંદભે પાણી પુરવઠા વિભાગે તપાસ કરી હતી.જેમાં પાણીની પાઇપ લાઈન જે વિસ્તારમાંથી પસાર થાય છે તે પૈકીના થોડા ઘણા ગામડા જેવા કે માળીયા તાલુકાના ખાખરેચી અને કુંભારીયા વિસ્તારમાં કેટલા ઈસમો ભેગા મળીને પોતાના અંગત સ્વાર્થ ખાતર પાણીની પાઇપ લાઈન તોડી પાણી ચોરી કરી રહ્યા છે.જેથી ઘણા ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી.જે પાણી પુરવઠાના તપાસમાં માલુમ પડ્યું હતું ,આથી પાણી લોકો માટે અગત્યની સુવિધા હોય તેમાં વિઘ્ન નાખીને પોતાના અંગત ફાયદા માટે આ જનસુવિધામાં હાની પહોંચાડીને ગેરકાયદે કૃત્ય કર્યું હોવાની 16 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.આ અંગે માળીયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,મોરબી માળીયા વિસ્તારમાં અવારનવાર પાણી ચોરીની ફરિયાદ ઉઠે છે.પણ પાણીની ચોરી અટકતી નથી.ત્યારે વધુ એક પાણી ચોરીની ફરિયાદ સામે આવી છે.આથી આ ગંભીર મામલે પોલીસ તંત્ર યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં પાણી ચોરી થતી અટકે.

- text