મોરબીમાં લોકડાઉન વચ્ચે પાન-માવાનો વેપાર કરતા પિતા-પુત્ર ઝડપાયા

- text


સોશિયલ મીડિયાના માધ્યમથી એ ડિવિઝન પોલીસે બન્નેને રૂ. 25,662ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મોરબી : લોકડાઉનમાં પાન, માવા ,સિગરેટ, તમાકુ અને બીડીના વેચાણ ઉપર પ્રતિબંધ છે. તેમ છતા અમુક વેપારીઓ છાનાખૂણે આવી પ્રતિબંધક વસ્તુઓ ગેરકાયદે વેચીને નફો રળી રહ્યા છે. તેથી, મોરબીમાં લોકડાઉન વચ્ચે પાન-માવાનો વેપાર કરતા પિતા-પુત્ર ઝડપાયા હતા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી એ ડિવિઝન પોલીસે બન્નેને રૂ. 25,662 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની સૂચનાને પગલે મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરી, પીએસઆઇ બી ડી.પરમાર તથા ડી સ્ટાફ લોકડાઉન સંદર્ભે એ ડિવિજન વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમિયાન સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે લોકડાઉનમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ઓમ સેલ્સ એજન્સીમાં અમુક ઈસમો પાન, માવા, બીડી, તમાકુ અને સિગરેટ જેવી પ્રતિબંધક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. એવી હકીકત મળતા એ ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરતા પિતા-પુત્ર સુરેશભાઈ ધરમશીભાઈ જીવાણી અને ચિરાગ સુરેશભાઈ જીવાણી (રહે મોરબી શનાળા રોડ જીઆઇડીસી પાછળ નંકલક પાર્ક)વાળા બીડી, સિગરેટ, ગુટખા, તમાકુ સહિતની વસ્તુઓનો વેપાર કરતા હોય બન્ને રૂ. 25,662 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text