મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 30 કેસોમાં 76ની અટકાયત

- text


જિલ્લામાં કુલ 6 વાહનો ડિટેઇન કરાયા

મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા મળેલ સુચના આધારે મોરબી જીલ્લામાં લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવા બાબતના કુલ 13 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 13 આરોપીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ટોળુ ભેગુ થયેલ હોય તેવા કેસો કુલ 12 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 55 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં, બિનજરૂરી અવર-જવરના કુલ 5 કેસ કરવામાં આવેલ છે. જેમાં કુલ 8 આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ મોરબી જીલ્લામાં લોકડાઉનની પરિસ્થિતીમાં કુલ 6 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. આમ, ગઈકાલે તા. 22 એપ્રિલના રોજ મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 30 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 76 આરોપીઓની અટક કરવામાં આવેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text