મોરબી જિલ્લાના બુધવારે લેવાયેલા ચાર લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં એક પોઝિટિવ કેસ બાદ તમામ સેમ્પલના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે. ત્યારે બુધવારે મોરબી જિલ્લાના લેવાયેલા ચાર લોકોના સેમ્પલના રિપોર્ટમાં પણ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા ચાર સેમ્પલમાં મોરબી સિવિલમાં લેવાયેલા ઘૂંટુ રોડ પર રહેતા 25 વર્ષના યુવાન, મોરબી શહેરમાં રહેતા 28 વર્ષના યુવાન અને વાંકાનેર સિવિલમાં લેવાયેલા 18 વર્ષના નવાપરામાં રહેતા યુવાન તેમજ ટંકારા હોસ્પિટલમાં હડમતીયાના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ તમામ લોકોના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text