મોરબી જિલ્લામાં લોકડાઉનના સાતમા દિવસે વિવિધ સંસ્થા અને લોકો દ્વારા સેવાયજ્ઞ

- text


મોરબી : સમગ્ર દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનનો આજે સાતમો દિવસ છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉનના સતત સાતમા દિવસે પણ જાણે સંસ્થાઓ અને લોકો એ સેવાનો ભેખ ધારણ કર્યો હોય, તેમ સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. આ સેવાયજ્ઞમાં ઠેર-ઠેરથી સેવાભાવી સંસ્થાઓ તથા પરોપકારી લોકો જરૂરિયાતમંદોની સહાય કરી કોરોના સામેની લડતમાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.

જેમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ, સદાવ્રત સહીતની સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ પ્રાર્થના મંદિર, સતત સેવાકીય પ્રવૃત્તિ કરતુ માનવ સેવા ગ્રુપ, બ્લડની જરૂરિયાતના સમયે ખડેપગે રહેતા યુવા આર્મી ગ્રુપ સહિતની સેવાભાવી સંસ્થાઓ, જલારામ મિત્ર મંડળ- ગ્રીન ચોક(રૂપેશભાઈ સોલંકી), ધ્રુવ અને પાલક ગ્રુપ, ચકિયા હનુમાન મિત્ર મંડળ તેમજ યુવા ઉદ્યોગપતિ જીગ્નેશ કૈલાની આગેવાનીમાં તેમજ ભાજપ સહિતના સંગઠનો તેમજ પોલીસ પરિવાર દ્વારા લોકડાઉન દરમિયાન રાશન કીટ, ફૂડ પેકેટ, માસ્ક વિતરણ સહિતની અનેક સહાય જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી રહી છે.

જેમાં આજે મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા નિરાધાર વિધવાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારાના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ જવાનોને ૩૦૦ જેટલી કિટ, માસ્ક તથા સેનીટાઈઝરનું વીતરણ ભાજપ આગેવાન પ્રભુભાઈ ભૂત તથા પરેશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ છે.

જયારે મોરબી જિલ્લા પોલીસના બી.વી. ઝાલા, ASI આદમભાઈ કાસમભાઈ તથા જયંતિભાઇ ડામોર, PC માવજીભાઈ ચાવડા, ડ્રાઈવર મહેશભાઈ ગઢવી, ટ્રફિક બ્રિગેડના પ્રવિણભાઇ રાઠોડ સહિતની ટીમ દ્વારા ગરીબ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના વિપુલ નાગેર તથા મિત્રો સહિતના યુવાઓ દ્વારા સમર્પણ હોસ્પિટલ પાછળ, મહેન્દ્રનગર રોડ પર ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મીઓને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મકનસરમાં આવેલા રિકોન સીરામીક વતી વસંતભાઈ, બાલુભાઈ તથા પ્રકાશભાઈ દ્વારા મજૂરોને 30 દિવસ ચાલે તેટલા રાશનની કીટનું વિતરણ કરવામાં આવેલ છે.

તેમજ બઞથળાના નકલંક મંદિર તરફથી બગથળા ઞામમા 5000 તેમજ મોરબી પોલીસ તથા આરોગ્ય કેન્દ્રમા 1600 માસ્કનુ વિતરણ કરેલ છે. આ તકે નકલંક મંદિર – બગથળાના મહંત દામજી ભગત, પ્રમુખ ભગવાનજીભાઈ બોપલિયા સહીત કમીટીના સભ્યો તથા સરપંચ હાજર રહ્યા હતા.

- text

મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને લોકડાઉન દરમિયાન પણ પોતાની નૈતિક ફરજ નિભાવી માનવતાને ઉજાગર કરી હતી.

- text