મોરબીમાં યુનિક એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત તાલીમ વર્ગો બંધ થવાની હિલચાલથી તાલીમાર્થીઓમાં રોષ

- text


 શિક્ષકો પણ આવતા ન હોય અને અધવચ્ચેથી કોર્ષ છોડીને ચાલ્યા જવાનું કહેતા તાલીમાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા : તાલીમાર્થીઓની ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીમાં યુનિક એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત તાલીમ વર્ગોમાં ચાલતી લોલમલોલથી તાલીમાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.જેમાં તાલીમ આપવા શિક્ષકો પણ આવતા ન હોય અને સર્ટીફીકેટ આપવાની ના પાડી અધવચ્ચેથી કોર્ષ છોડીને ચાલ્યા જવાનું કહેતા તાલીમાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતું દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ યુનિક એજ્યુકેશન સંસ્થા દ્વારા ટ્રેંડ ડી.ડી.ઓ.તથા બ્યુટી એન્ડ વેલનેશ કોર્ષ આશરે છેલ્લા બે માસથી ચાલી રહ્યો છે.જેમાં વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.જોકે આ સંસ્થાએ આ તાલીમ કોર્ષ શરૂ કરતાં પૂર્વે તાલીમાર્થી વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે ,ગુણવત્તાસભર તાલીમ આપવાની સાથે તાલીમી કીટ આપી સરકાર દ્વારા પરીક્ષા લઈને સર્ટિફિકેટ આપવામાં આવશે.પરંતુ બે માસ જેવો સમય થવા છતાં પણ કીટ આપવામાં આવી નથી તેમજ તાલીમની ગુણવત્તા પણ નબળી પડી છે.દરમિયાન 15 દિવસ પહેલા આ તાલીમ વર્ગો બંધ થવાની હિલચાલ દર્શાતાં તાલીમાર્થી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આથી આ તાલીમાર્થીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે અને જણાવ્યું છે કે ,આ તાલીમ વર્ગો બંધ થશે તો અત્યાર સુધી તાલીમ લેનાર વિદ્યાર્થીઓનું ભાવિ ધુધળું બની જશે.

- text

વધુમાં જણાવ્યું હતું કે આ તાલીમ વર્ગોમાં 15 દિવસથી શિક્ષકોને પગાર ન ચૂકવતા તેઓ પણ તાલીમ આપવા આવતા નથી અને વિદ્યાર્થીઓને અધવચ્ચેથી તાલીમ કોર્ષ છોડી દેવાનું સંસ્થા દ્વારા કહી દેવામાં આવ્યું છે.તેમજ સર્ટિફિકેટ કે કીટ પણ નહીં મળે તેવું કહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.આથી 80 જેટલા તાલીમાર્થીઓએ ચીફ ઓફિસરને રજુઆત કરીને તેમના ભવિષ્યના ધ્યાને લઈને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

- text