ટંકારાના સરાયા ગામની જમીનનો કરાર પાલનનો દાવો નામંજુર કરતી કોર્ટ

- text


ટંકારા : ટંકારાના સરાયા ગામની જમીનનો કરાર પાલનનો દાવો કોર્ટે નામંજુર કર્યો છે. જેની મળતી માહિતી પ્રમાણે રાજકોટના રહીશ અમૃતલાલ દેવકરણભાઈ ભૂત તથા દેવજીભાઈ પ્રેમજીભાઈ આચોટીયાએ લાભુબેન રણછોડભાઈ તથા રણછોડભાઈ મોહનભાઇ સામે મોરબીના સિવિલ જજની કોર્ટમાં કરાર પાલનનો દાવો કર્યો હતો. જે દાવો ચાલી જતા મોરબીના સિવિલ જજ આર.એમ. ક્લોત્રા સાહેબે દાવો રદ કરેલ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટના રહીશ અમૃતલાલ દેવકરણભાઈ ભૂત તથા દેવજીભાઈ પ્રેમજીભાઈ આચોટીયાએ લાભુભાઈ રણછોડભાઈ તથા રણછોડભાઈ મોહનભાઇની ટંકારા તાલુકાના ગામ સરાયાની સર્વે નં.2 પૈકી 14 તથા સર્વે નં.2 પૈકી 15ની ખેડવાણ જમીન રૂ. 1,05,00,000માં ખરીદ કરવા અંગે તા.28/08/2010ના રોજ નોટરી રૂબરૂ સોદાખત કરેલ હતું. અને સુથી પેટેની રકમ રૂ. 85,00,000 સોદાખતની સમય મર્યાદામાં ચૂકવી આપવાના હતા.

- text

ત્યારબાદ અમૃતલાલ દેવકરણ ભૂત અને દેવજીભાઈ પ્રમેજીભાઈ આચોટીયાએ લાભુબેન રણછોડભાઈ તથા રણછોડભાઈ મોહનભાઈ પર કરારના પાલનનો દાવો કરેલ હતો તે દાવો ચાલી જતા આ કામના વાદીએ જમીનના વેચાણ કિમતના અવેજની બાકીની રકમ વાદીએ પ્રતિવાદીઓને સમયમર્યાદામાં ચુકવવામાં કસુર કરેલ છે અને કરારનું પાલન કરવામાં કસુર કરેલ છે અને વાદી કરારનું પાલન કરવામાં તૈયાર અને ખુશ ન હતા તેવું માની તેમજ પ્રતિવાદીઓના વકીલની રજૂઆત અને દલીલો ધ્યાને લઈને મોરબીના સિવિલ જજ આર એમ કલોત્રા દ્વારા દાવો રદ કરેલ છે.આ કેસમાં પ્રતિવાદીઓ લાભુબેન રણછોડભાઈ અને રણછોડભાઈ મોહનભાઈ તરફે એડવોકેટ અશ્વિનભાઈ બડમલીયા રોકાયેલ હતા.

- text