મોરબીમાં યુવક પર ઉછીના પૈસા મામલે હુમલો, આઠ સામે ફરિયાદ

- text


મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં યુવક પર ઉછીના પૈસા મામલે આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકને ઇજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે તા. 28ના રોજ રાત્રે 9 કલાક આસપાસ મોરબીના વિસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશનની પાછળ રોહિદાસપરામાં રહેતા કડિયા કામ કરતા દિલીપ ખીમજીભાઈ ચૌહાણ (ઉ.વ. 35)એ અગાઉ બે વર્ષ પહેલા આરોપી વિશાલભાઈ પાસેથી ઉછીના પૈસા આપેલા હતા, આ મામલે ગઈકાલે દિલીપભાઈ પર વિશાલ દલપતભાઈ, નીતિન ભીમજીભાઈ, દિનેશ ધુળાભાઈ, રાહુલ ગેલાભાઇ, રમેશ રવજીભાઈ સહીત આઠ કૌટુંબિક સગાઓએ ધોકા-પાઇપ વડે હુમલો કરી, મારામારી કરી હતી. જેમાં દિલીપભાઈને ઇજા પહોંચતા તેઓને મોરબીમાં પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text