વૃધ્ધશ્રમમાં વડીલોને ભાવતા ભોજનીયા કરાવતુ મોટા ખીજડિયાનું બજરંગ યુવક મંડળ

- text


આશરે 25 જેટલા વડીલોના કપડાં સિવડાવી દઈ વસ્ત્રદાન પણ કર્યું

મોરબી : મોટા ખીજડિયા સ્થિત બજરંગ યુવક મંડળના સભ્યોએ મોરબીમાં સામા કાંઠે, કુબેર સિનેમા નજીક આવેલા વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજનીયા કરાવી સમાજ પ્રત્યે પોતાનુ કર્તવ્ય નિભાવી અન્યો માટે દાખલો બેસાડ્યો હતો. મોટા ખીજડિયાના બજરંગ યુવક મંડળ દ્વારા મોરબીના સમાકાંઠે આવેલા વૃદ્ધાશ્રમના 50 જેટલા પુરુષ-મહિલા વડીલોને ભાવતા ભોજનીયા કરાવી સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય અને વડીલોનું ઋણ ચૂકવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમમાં રહેતા 25 વડીલોના કપડાં માટે માપ લઈ પહેરણ-લેંઘા સિવડાવીને વસ્ત્રદાન પણ કરાયું હતુ. ઉલ્લેખનીય છે કે મોટા ખીજડિયાનું બજરંગ યુવક મંડળ લગ્ન તેમજ ધાર્મિક પ્રસંગોમાં ઢોલ ત્રાસા વગાડીને રકમ એકઠી કરે છે જે આવા સામાજિક કાર્યોમાં વાપરીને અન્યોને પણ પ્રેરણા આપે છે.

- text