મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન

- text


મોરબી : ‘મારુ મોરબી, સ્વચ્છ મોરબી’ સૂત્ર હેઠળ કાર્યરત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં જોડાઈને 200થી વધુ સભ્યો મોરબીને સ્વચ્છ બનાવવા માટે કમર કસી રહ્યા છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે તા. 1 માર્ચના રોજ રવિવારે સવારે 6-30 કલાકથી વિસીપરા વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ તથા મોલાઈ રાજા મઝારમાં સફાઈ અભિયાન આદરવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં વ્હોરા સમાજ તથા તોલોબા ગ્રુપ જોડાશે. વધુ માહિતી માટે અથવા આ અભિયાનમાં જોડાવા માટે મો.નં. 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.

- text