ઢુંવા નજીક હોમિયોપેથીકની ડિગ્રી ધરાવતો ડોક્ટર એલોપેથીક દવાથી સારવાર આપતા પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ પરથી ડિગ્રી વગર એલોપેથિક દવાથી સારવાર આપતા ડોક્ટરને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

- text

તાલુકા પોલીસને વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ ઉપર અક્ષરધામ મંદિર પાસે શોપિંગ સેન્ટરમાં આવેલ દીપ ક્લિનિકના ડો. હર્ષદભાઈ લાલજીભાઈ કાલરીયા (ઉ.વ. 32, રહે. હાલ બંધુનગર, તા.જી. મોરબી, મૂળ ગામ નવા દેવળીયા, તા. હળવદ, જી. મોરબી) ડિગ્રી વગર સારવાર આપતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ત્યાં રેઇડ કરતા ડોક્ટર હોમિયોપેથીકની ડિગ્રી ધરાવતા હોય અને તેઓ ગેરકાયદેસર રીતે પોતાના ક્લિનિકમાં એલોપેથીક દવાઓનો જથ્થો રાખી દર્દીઓની સારવાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text