મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણ તથા જળ એ જ જીવન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા સમાજમાં એક નવી રાહના પ્રયાસરૂપે ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશીની પુત્રી જીનલના લગ્ન પ્રસંગ નિમિત્તે આજે તા. 22ના રોજ સવારે 9 કલાકે નવદંપતી યુગલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ કરી ત્રણ દિવસના લગ્ન પ્રસંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મોરબીના વાવડી રોડ ખાતે આવેલા સોમૈયા સોસાયટીના મંદિર ગ્રાઉન્ડમાં જુદી-જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરી આ સોસાયટીના લોકોને પાણીનું મૂલ્ય અને મહત્વ વિષે સમજણ આપી પાણીનો વપરાશ સીમિત કરવા અનુરોધ કરેલ હતો.

આ તકે ક્લબની યાદીમાં પ્રમુખ અને સેક્રેટરીએ જણાવ્યું છે કે આ લગ્નપ્રસંગની શરૂઆત વૃક્ષારોપણ અને જળ બચાવો, જીવન બચાવો તેમજ પર્યાવરણ સુરક્ષિત રાખો, એવા સંદેશ સાથે કરવામાં આવેલ છે. તેમજ તા. 23ના રોજ સિદ્ધચક્ર નું પૂજન જૈન દેરાસર ખાતે રાખવામાં આવેલ છે. ત્યારબાદ લગ્નના પ્રસંગોની શરૂઆત કરવામાં આવશે.

- text

આ કાર્યક્રમમાં નવદંપતી યુગલ સહીત ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા તથા અશોકભાઈ જોશી તેમજ જયદીપસિંહ રાઠોડ, કે. સી. મહેતા, શશીભાઈ મહેતા, મનસુખભાઇ બરાસરા, કિશોરભાઈ પલાણ, નિરંજનભાઈ ભટ્ટ, નરેશભાઈ કડેચા, દિલીપભાઈ રવિશિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text