નર્મદામાં યોજાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં મોરબીના હોદ્દેદારો રહ્યા હાજર

- text


મોરબી : ગઈકાલે તારીખ 16/2/2020 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સલગ્ન ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાથમિક સંવર્ગની બેઠક સ્ટેચ્યુ ઓફ યુનિટી નવાગામ કેવડીયા કોલોની રામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે નર્મદા જિલ્લામાં રાજ્ય કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય કારોબારીની નવિન રચના કરવામાં આવી તથા શિક્ષકોના પ્રશ્નો અંગે વ્યાપક ચર્ચા કરી લડત કાર્યક્રમ આપવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ મિટિંગમાં મોરબી જિલ્લા વતી મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવાડીયા, હરદેવભાઇ કાનગડ અને મંત્રી કિરણભાઈ કાચરોલા એ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી જિલ્લાના હોદ્દેદારોનો પરિચય આપીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહા સંઘ મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા અગાઉના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોહનજી પુરોહિત દ્વારા આગામી દરેક જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

વધુમાં, મહાસંઘના રાજ્ય પ્રમુખ ભીખાભાઇ પટેલ દ્વારા રાજ્ય લેવલના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ 4200 ગ્રેડ પે બાબતે કમીટીની રચના થઈ છે તે તાત્કાલિક નિર્ણય આપે, 4200 બાબતે તાત્કાલિક સોલ્યુશન નહિ આપવામાં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટુંક સમયમાં મહારેલી નું આયોજન કરવામાં આવશે તેવી પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી. રાજ્ય કારોબારી બેઠકમાં મોહનજી પુરોહિત, અખિલ ભારતીય સચિવ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા ગુજરાતના મહામંત્રી રતુભાઇ ગોળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text