મોરબી : રવાપર-શનાળા ગામે વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને રજુઆત કરો

મોરબી : મોરબી અને શનાળા તથા રવાપર ગામે વરસાદી પાણી નિકાલ ઉપર દબાણો થઈ ગયા હોવાથી આ દબાણો દૂર કરીને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને રજુઆત કરી છે.

- text

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં વરસાદના પાણીની નિકાલની જ્ગ્યાઓ ઉપર થયેલ દબાણો દૂર કરવા બાબતે રજૂઆતો કરેલ હતી. જેના અનુસંધાને પત્ર બાબતે ઘટતી કાર્યવાહી સત્વરે કરવા અને તેની જાણને આ સંસ્થાને કરવા જણાવવામાં આવેલ છે. પરતું આજ દિવસ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. જો મંત્રી તેમજ કલેક્ટરને વારંવાર રજૂઆતો કરવા છ્તા આ બાબતે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું? આમાં કોઈ મોટા માથાઓનું હિત તો સમાયેલ નથી ને? કે કોઈ મોટા માથા દ્વારા દબાણ થયેલ છે? જે પણ હોય પણ કાર્યવાહી નહીં કરવાનું કોઈ કારણ સમજાતું નથી. જો આમ જ ચાલશે તો આવતા ચોમાસામાં પણ લોકોના ઘરમાં પાણી ભરશે અને લોકો હેરાન થશે. જો હવે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે અને જો આ બાબતે કોઈ કાર્યવાહી તાત્કાલિક નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

- text