હળવદની તક્ષશીલા વિધાલયમાં ‘ગમ્મત સાથે ગણિત’ સેમીનાર યોજાયો

- text


હળવદ : હળવદની તક્ષશીલા વિધાલય ખાતે ગોખણીયુ ગણિતને બદલે ગમ્મત સાથે ગણિત થીમ હેઠળ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબના ચેરમેન અને સી.બી.એસ.ઈ.ના બોર્ડ મેમ્બર ડો. ચંદ્રમૌલી જોષીનો સેમીનાર યોજાયો હતો.

- text

જેમાં ધોરણ ૧૦-૧૨ ની પરિક્ષાનો હાઉ અને ગણિતની ગડમથલ દુર થાય તે માટે ડો. ચંદ્રમૌલી જોષી ગણિત તો ગાર્ડનમાં બેસી ભણવાનો વિષય છે તેવી ટકોર કરી હતી તેમજ ચાર આકડાના સરવાળાનો સેકન્ડમાં સોલ્યુશન લાવવાની અવનવી રીતો બતાવી હતી. વૈદિક મેથ્સ એક લાખથી કરોડ સુધીના આકડાના વિવિધ સિદ્ધાતો અને પાયાના ખ્યાલો દ્વારા વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ શોઘતા ગણતરીની મીનીટોમાં શીખી શકાય તેવા શોર્ટ કટ બતાવ્યા હતા. મ્યુઝીક સાથે મેથ્સ થીમ હેઠળ ત્રણ અંકોના ગુણાકાર મ્યુઝીક સાથે કઈ રીતે શીખી શકાય તેવી રીતે ગમ્મત સાથે ગણિત શિખવેલ હતી. આ ઉપરાંત, વિવિધ ટેકનીકો શીખવતા શીખવતા ત્વરિત ટેસ્ટ લઈને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર સેફતરા લખમણ, પટેલ દ્રષ્ટ્રી, સિલ્વર મેડલ મેળવનાર ખુમાણ એન્જલ તેમજ સથવારા ફાલ્ગુની અને બ્રોન્ઝ મેડલ મેળવનાર પરમાર પ્રતિકનું રામાનુજન મેથ્સ કલબ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી મહિનાના અંતમાં તક્ષશીલા વિધાલયમાં શરુ થનાર અટલ ટીકરીંગ લેબોરેટરીના ઉદ્ધાટનમાં હોમી ભાભા એટમિક રીસર્ચના વૈજ્ઞાનિકો, ઈસરોના અને સી.વી. રમન સાયન્સ ભવનના વૈજ્ઞાનિક, રામાનુજન મેથ્સ કલબના ગણિત શાસ્ત્રીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર ડો. મહેશભાઈ પટેલે વિધિવત આમંત્રણ આપ્યું હતું અને શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી, કોલેજના આચાર્ય દિવ્યેશભાઈ જોશી, સંચાલક હિતેશભાઈ કૈલાએ મોમેન્ટો આપી ડો.ચંદ્રમૌલી જોશીનું સન્માન કયું હતું.

- text