મોરબીના ઝૂલતાપૂલને ફરીથી ચાલુ કરવા કલેકટરની હાજરીમાં મિટિંગ યોજાઈ..જાણો શું નિર્ણય લેવાયો

- text


કલેકટરની નગરપાલિકા અને ઓરવા ગ્રુપ સાથેની બેઠક પોઝિટિવ રહી : ઓરેવા કંપની પુલનું રિનોવેશન કરશે

મોરબી : મોરબીનો રાજશાહી વખતનો ઐતિહાસિક પુલ જોખમી થઈ જતા આ પુલનું સંચાલન કાર્ય સાંભળતી ખાનગી અંજતાં ઓરવા કંપનીએ લોકોની સલામતીના હિતમાં બે દિવસ પહેલા આ ઝૂલતાપૂલને બંધ કરી દીધો હતો.ત્યારે ઝૂલતાપૂલ બંધ કરવા મામલે આજે જિલ્લા કલેકટરની નગરપાલિકા અને ઓરેવો ગ્રુપ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં આ પુલનું સંચાલન કાર્ય સાંભળતા ઓરેવો ગ્રુપ દ્વારા ઝૂલતાપૂલનું રીનોવેશન કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પુલનું રીનોવેશન થાય બાદ આગળના એગ્રીમેન્ટ અંગે નિર્ણય લેવાશે

મોરબીના રાજશાહી વખતના ઐતિહાસિક ઝૂલતાપૂલ વર્ષ 2001ના ભુકંપમાં ભારે જર્જરિત થયા બાદ સરકારની દરમિયાનગીરીથી મોરબીના અંજતા ઓરેવો ગ્રુપે વર્ષ 2008માં કરોડોના ખર્ચે ઝૂલતાપૂલનું રીનોવેશન કરીને ફરી ચાલુ કરાવ્યો હતો.વર્ષ 2008 થી જ અંજતા ઓરેવો ગ્રુપ ઝૂલતાપૂલનું સંચાલન કાર્ય સંભાળે છે.દરમિયાન છેલ્લા થોડા સમયથી ફરી ઝૂલતાપૂલ ભારે જર્જરિત થવાથી જોખમી બની ગયો છે.ઝૂલતાપૂલના રીનોવેશન માટે ઓરેવો ગ્રુપે તંત્રને અનેક વખત રજુઆત કરી હોવા છતાં આ માટે તંત્રએ કોઈ દરકાર ન કરતા અંતે ઓરેવો ગ્રુપને લોકોની સલામતીને ધ્યાને લઈને ઝૂલતાપૂલ બંધ કરી દેવાની ફરજ પડી હતી.જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને પુલ ચાલુ કરવો કે નહીં તે અંગે જિલ્લા કલેકટરની ઓરેવો ગ્રુપ અને નગરપાલિકા સાથે આજ મહત્વની બેઠક યોજાઈ હતી.

- text

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ અને અધિક કલેકટર કેતન જોશી તથા નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા તેમજ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ઉપરાંત ઓરેવો ગ્રુપના દિપક પારેખ સહિતના બે અધિકારીઓ વચ્ચે ઝૂલતાપૂલના રીનોવેશન માટે અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં ઝૂલતાપૂલનું સંચાલન કરતા ઓરેવો ગ્રુપને આ પુલનું રીનોવેશન કરશે તેવો નિર્ણય લેવાયો હતો. ઝૂલતાપૂલનું રીનોવેશન થાય બાદ આગળનું એગ્રીમેન્ટ કેવી રીતે કરવું તે અંગે રિઝનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવાશે. આ અંગે ઓરેવો ગ્રુપના દિપક પારેખે જણાવ્યું હતું કે ,આ મીટીંગ ખૂબ જ પોઝિટિવ રહી છે.જેમાં ઓરેવો ગ્રુપે લોક લાગણીને માન આપી ઝૂલતાપૂલના રીનોવેશન માટે હકારાત્મક પ્રતિભાવ આપીને પુલ ફરીથી ઝડપથી ચાલુ થાય તેવા પ્રયાસો કરાશે.

- text