મોરબીમાં તસ્કરોની રંજાડ યથાવત : ત્રણથી ચાર મકાનોમાં ચોરી

- text


તસ્કરોને પરચુરણ વસ્તુ સિવાય કંઈ હાથ ન લાગ્યું

મોરબી : મોરબીમાં ઠંડી વધતાની સાથે તસ્કરોનો ત્રાસ બકાબુ બન્યો છે અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે તસ્કરોની રંજાડ યથાવત રહી છે.જેમાં બે દિવસ પહેલા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વિસ્તારમાં તસ્કરો ખાબક્ય હતા ત્રણથી ચાર મકાનોને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળે છે.જોકે આ મકાનોમાંથી તસ્કરોને પરચુરણ વસ્તુઓ સિવાય કશું જ હાથ લાગ્યું નથી એ બનાવની ફરિયાદ નોંધાઇ પણ નથી.

- text

મોરબીમાં કડકડતી ઠંડીનો દૌર શરૂ થતાની સાથે જ તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે અને ઉતરોતર વધી રહ્યા છે. અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે.જેમાં એક વધુ ચોરીના બનાવનો ઉમેરો થયો છે.મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલ વિસ્તારમાં બે દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો.આ વિસ્તારમાં તસ્કરોએ ત્રણથી ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા.જેમાંથી તસ્કરોએ પરચુરણ વસ્તુઓની ચોરી કરી ગયા હતા.જોકે આ બનાવની ફરિયાદ નોંધાઇ નથી.ત્યારે આ બનાવ અંગે બી ડિવિઝનના ડી સ્ટાફના ભાનુંભાઈ બાલાસરાએ જણાવ્યું હતું કે , ત્રણથી ચાર મકાનમાં પરચુરણ વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે આ ચોરીના બનાવ અંગે સઘન તપાસ ચાલી રહી છે.

- text