મોરબી જિલ્લામાં એક વર્ષમાં 594 બિનખેતીની અરજીઓ મંજૂર, માત્ર 33 અરજીઓ રીજેક્ટ

- text


બિનખેતીની પ્રક્રિયા ઓનલાઈન અને ઝડપી બનતા અરજદારોનું કામ થયું સરળ

મોરબી : મોરબી જિલ્લામાં હવે બિનખેતીની અરજીઓ ઝડપી નિકાલ માટે ઓનલાઈન પ્રક્રિયા થઈ ગઈ છે.તેથી બિનખેતીની અરજીઓનો ઝડપી નિકાલ આવી રહ્યો છે.જેમાં મોરબી જિલ્લામાં એકવર્ષમાં બિનખેતીની 682 અરજીઓ કરવામાં આવી હતી.તેમાંથી 645 બિનખેતીની અરજીઓ સ્વીકારવામાં આવી હતી.જેમાંથી 594 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.બિનખેતીની ઓનલાઈન પ્રક્રિયાથી ઝડપી કામગીરી થઈ રહી છે.

મોરબી જિલ્લામાં અગાઉ મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં અને જિલ્લા કલેકટર કચેરીમાં જ બિનખેતીની અરજીઓનો નિકાલ આવતો હતો.પરંતુ હવે બિનખેતીની ઓનલાઈન કામગીરી થઈ ગઈ છે.બિનખેતીની ફાઈલોનો ઝડપી નિકાલ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.બિનખેતીની ઓનલાઈન પ્રક્રિયા મોરબી કલેકટર કચેરીએ જ થાય છે.છેલ્લા એકાદ વર્ષથી આ બિનખેતીની ઓનલાઈન કામગીરી થાય છે.જેમાં ગયા વર્ષના ડીસેમ્બર માસથી આ વર્ષના ડીસેમ્બર માસ સુધીમાં બિનખેતી માટે 682 અરજીઓ કરવામાં આવી હતી.તેમાંથી 645 અરજીઓ સ્વીકારી લેવામાં આવી હતી.તેમાંથી 594 અરજીઓ મંજુર કરવામાં આવી છે. જ્યારે બિનખેતીની 33 અરજીઓનો રિજેકટ કરવામાં આવી છે .4 અરજીઓ વાંધાજનક હોવાથી નામંજૂર કરવામાં આવી છે.

- text

બિનખેતીની 645 જેટલી અરજીઓનો મંજુર સ્વીકાર કરવામાં આવી છે અને તેમાંથી 594 અરજીઓમાં મંજૂર કરવામાં આવી છે.જ્યારે 565 અરજીઓ માત્ર બે દિવસથી સાત દિવસની અંદર મંજુર થઈ હતી.તેમજ 29 અરજીઓ એવી છે કે જે 45 દિવસની અંદર મજૂર થઈ છે.કોઈપણ આધાર પુરાવા બાકી હોય એ માટેની પ્રક્રિયા બાદ એને મજૂરી આપવામાં આવી હતી.તેમજ 32 અરજીઓની પ્રક્રિયા હાલ ચાલુ છે.હવે ડબલ પ્રિયમય ભરીને કોઈપણ જમીન હેતુફેર થઈ શકે છે.ટૂંકમાં હેતુની જરૂર પડતી નથી.એમાં કોઈપણ ઉધોગો, રહેણાંક, સહિતના હેતુ માટે બાંધકામ કરી શકાય છે.

- text