હળવદમાં પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- text


શહેરની મોડલ સ્કુલ પાછળ ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક દિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ : પ્રજાપતિ સમાજની પાંચ ટીમોએ ભાગ લીધો

હળવદ: હળવદ પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે વિવિધ રમત ગમતના તેમજ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે આજે હળવદ હાઈવે પર આવેલ મોડલ સ્કુલની પાછળ ના ગ્રાઉન્ડમાં કરવામાં ક્રિકેટનું આયોજન કરવામા આવ્યું હતું એમાં પ્રજાપતિ સમાજની જુદી જુદી પાંચ ટીમોએ હર્ષભેર ભાગ લીધો હતો

મોડલ સ્કૂલ પાછળના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી પ્રજાપતિ સમાજ દ્વારા ટેનિસ ટૂર્નામેન્ટનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો તો સાથોસાથ વિજેતા ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડી ને પ્રોત્સાહન રૂપે ઇનામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે

- text

પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડ્રેગન ઇલેવન,વોયર્સ ઇલેવન,એસ.બી. લાઇવ ઇવેન્ટ ઇલેવન,મહાકાલ ઇલેવન,કિસન ઇલેવન સહિતની પાંચ ટીમોએ ભાગ લીધો છે તો સાથે સાથે ક્રિકેટના આ આયોજનને પગલે ક્રિકેટ પ્રેમી યુવાનો પણ ક્રિકેટ ટુર્નામેન્ટ ને નિહાળવા પહોંચ્યા છે

- text