મોરબી : ટી-૨૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ટી.-૨૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો.જયારે આ ક્રિકેટના સટ્ટામાં અન્ય એક શખ્સનું નામ ખુલતાં તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે તા.૩ ના રોજ મોરબી શનાળા રોડ સરદારબાગ વાળી શેરીમાં દોરડો પાડ્યો હતો અને જ્યાં આશીફભાઇ ઉર્ફે ભાણો ઇકબાલભાઇ જુણાચ ઉ.વ.૩૦ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૪ નામનો શખ્સ કાકા રહે.મોરબી સાથે સાથે મોબાઇલમાં વાતચીત કરી ઓસ્ટ્રેલીયામા રમાતી કે.એફ.સી. બીગ બેસ લીગમા બ્રિસબ્રેન હિટ તથા હોબાર્ટ હેરીકેન વચ્ચે ચાલતી ટી.-૨૦ ક્રિકેટ મેચના રનફેર તેમજ મેચની હારજીતના સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૨૬૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૫૦૦૦ સાથે કુલ રૂ.૧૬૨૬૦ ના મુદામાલ સાથે આરોપી આશીફભાઇ ઉર્ફે ભાણો ઇકબાલભાઇ જુણાચને ઝડપી લીધો હતો.જ્યારે કાકા નામનો શખ્સ ત્યાં હાજર નહિ મળી આવતા તેની સામે આ અંગે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text