પીપળીરોડ ઉપર બેલા ગામ નજીક લાંબો ટ્રાફિકજામ સર્જાયો

- text


મોરબી : આજે શનિવારે બપોરે બારેક વાગ્યાની આસપાસ પીપળીરોડ પર બેલા ગામ નજીક લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ટ્રાફિકજામની સ્થિતિ આશરે એકાદ કલાક ચાલી હતી. ત્યાર બાદ ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

પીપલીરોડ પર આવેલા બેલા ગામ નજીક આજે શનિવારે બપોરે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા. વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી હતી. આ દરમ્યાન MP 43 H 7407 નંબરના એક ટ્રકમાં બ્રેઝા કારનું બમ્પર આવી જતા બમ્પર નીકળી ગયું હતું. આથી એ કાર ચાલકે ટ્રક ડ્રાયવર સાથે નુકશાની બાબતે વાત કરવા દરમ્યાન ટ્રાફિક વધુ સમય રોકાયો હતો. સ્થિતિ પૂર્વવત થતા એકાદ કલાક થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text