મોરબી : શિક્ષકોના પરિણામની નોંધ સેવાપોથીમાં કરવા શૈક્ષીક મહાસંઘની DPEOને રજુઆત

- text


મોરબી : પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કે જેમને તાલીમી સ્નાતક તરીકે બી.એડ., બી.પી.એડ., ડી.પી.એડ, બી.પી.ઈ. જેવા કોર્ષ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્ય કરતા શિક્ષકો માટે બ્રિજ કોર્ષ કરવાનું સૂચિત કરેલ તે અનુસંધાને શિક્ષકો દ્વારા D.EL.ED. (PDPET) કોર્ષ કરીને પરીક્ષા પાસ કરેલ હતી. આ પાસ કરેલ પરીક્ષાની નોંધ દરેક તાલુકાના શિક્ષકોની સેવાપોથીમાં થાય તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખને રૂબરૂ મળી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા તેમજ અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી. તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપવામાં આવી હતી.

- text