મોરબી : ચામુંડા નગરમાં બે અખલાઓની લડાઈથી સ્થાનિકો ભયભીત

- text


વારંવાર આખલા યુદ્ધથી મુશ્કેલીમાં મુકાતા સ્થાનિક લોકો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ચામુંડા નગરમાં ગઈકાલે સાંજે બે આખલાઓ વચ્ચે બરાબરની લડાઈ થતા સ્થાનિક લોકો ભયભીત બની ગયા હતા.બે આખલાઓના ખાસ્સો સમય સુધી આ રીતે દંગલ મચાવીને આખા વિસ્તારને બાનમાં લીધો હતો.જોકે આ વિસ્તારમાં આખલાઓનું વારંવાર યુદ્ધ થતું હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.આખલાઓના ત્રાસથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

- text

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડા નગરમાં ગઈકાલે શુક્રવારની મોડી સાંજે અચાનક બે આખલાઓ ભૂરાટા થઈને આમને સામને આવી ગયા હતા અને બન્ને આખલાઓએ સામસામે શીંગડા ભરાવીને દંગલ મચાવ્યું હતું.બન્ને આખલાઓની આ લડાઈથી સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી .આખલાઓએ ખાસ્સો સમય સુધી ધમાસાણ મચાવતા લોકોની ઘરની બહાર શેરીમાં નીકળવું મુશ્કેલ બની ગયું હતું અને શેરીમાંથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો.જોકે લોકોએ આખલાઓને છુટા પાડવાની કોશિશ કરી હતી.પણ બન્ને આખલાઓ ટસના મસ ન થતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.જોકે આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે,ચામુંડા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ છે.આ વિસ્તારમાં અનેક રખડતા ઢોરનો રીતસર અડીગો છે અને ઘણી વખત આ રખડતા ઢોર આ રીતે આંતક મચાવે છે.તેથી વારંવાર થતી આખલાઓની લડાઈથી સ્થાનિક લોકોનો જાન ઉપર જોખમ છે તેથી તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text