શનાળા રોડ પરથી બાઇક ચોરીની ફરિયાદ 8 દિવસ બાદ નોંધાઈ

- text


મોરબી : શહેરના શનાળા રોડ સ્થિત ઓમ શાંતિ સ્કૂલ નજીકથી આઠ દિવસ પહેલા ચોરાયેલા બાઇકની ફરિયાદ આજે દાખલ થઈ છે ત્યારે આટલા દિવસો બાદ હવે ચોરાયેલું એ બાઇક મૂળ માલિકને પરત મળશે કે કેમ એ અંગે શંકા સેવાઇ રહી છે.

ઘણા લોકોનો અનુભવ છે કે અમુક પ્રકારના કેસો લેવામાં પોલીસ ઉદાસીન રહેતી હોય છે. આની પાછળનું કારણ શું હોય શકે એ બાબતે લોકોમાં મતમતાંતર છે પણ આવું બને છે તે હકીકત જાણકારો વ્યક્ત કરતા હોય છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલી ઓમ શાંતિ સ્ફુલ પાસે લાલજીભાઈ ધનસુખભાઈ ડાભીએ 20 ડિસેમ્બરના રોજ પાર્ક કરેલું બાઇક બે-ત્રણ કલાકમાં કોઈ ઉઠાવગીર હંકારી ગયો હતો. રવાપર રોડ, નરસંગ ટેકરી, મંદિર પાછળ, મેઘાણીની વાડીમાં રહેતો લાલજીભાઈ (ઉં.વ.25) નામના યુવકે આ બાબતે એ.ડીવી.પો.મથકમાં ત્યારે જ જાણ કરી હતી.

- text

જો કે આ બારામાં ગઈ કાલે પોલીસે GJ 36 A 1936 નંબરના બાઇક (કિંમત રૂ.30 હજાર) ચોરીની ફરિયાદ નોંધી હતી. આવા કેસોમાં ત્વરિત કામગીરી કરી CCTV ફૂટેજ ચેક કરાય તો ગુન્હો ઉકેલવામાં સરળતા રહેતી હોય છે. ત્યારે લોકોએ પણ આવા બનાવોમાં પોલીસ સત્વરે કામગીરી હાથ ધરે તેવો આગ્રહ રાખવો જોઈએ.

- text