ટ્રકમાંથી કોલસા ચોરી કૌભાંડમાં ત્રણની ધરપકડ : બેની શોધખોળ ચાલુ

- text


ટંકારા : ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ આ રેકેટમાં સંડોવાયેલા ત્રણ ટ્રક ડ્રાયવરોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે લોકોની શોધખોળ ચાલુ છે.

ગાંધીધામથી ભાવનગર નજીક આવેલી નિરમા કંપનીમાં મોકલવામાં આવતો મોંઘા ભાવનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારા સ્થિત ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી કરવામાં આવતી ચોરીનો પર્દાફાશ થયા બાદ તેમાં સંડોવાયેલા ત્રણ ટ્રક ડ્રાયવરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગેમારાભાઈ રામાભાઈ રામ મેઘવડ ઉં.વ. 34, રહે. ડુંગરપુર, રાજસ્થાન, ધનજી આંબા મોણવેલ ઉં.વ.27, રહે. વેડપ, સુઈગામ, બનાસકાંઠા અને ઈશ્વર રૂપસિંગ રાઠોડ ઉં.વ. 46, રહે. જાલોચા, સુઈગામ, બનાસકાંઠા વાળાઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ, રહે. મુળ કુંતાસી હાલ મોરબી તથા રાજુ મારવાડી નામના શખ્સોને ઝડપી પાડવા તપાસ ચાલુ છે. મુખ્ય સૂત્રધાર હાથમાં આવ્યા બાદ સમગ્ર પ્રકરણ પરથી સમગ્રતઃ પરદો ઉચકાશે.

- text

ઉલ્લેખનીય છે કે ગાંધીધામ કચ્છના રહેવાસી હર્ષકુમાર પવનકુમાર મારવાડી નામના વેપારીએ નિરમા કંપનીમાં મોકલતા કોલસામાં ફરિયાદ આવતી હોય કોલસાના ટ્રક ભરાવીને તેનો પીછો કરતા ટંકારા ખાતે કોલસો ઉતારીને તેમાં પાણી છાંટી વજન પુરુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

- text