મોરબી : માસુમ બાળા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ, કાલે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે

- text


 ચોકલેટની લાલચ આપીને કુકર્મ આચરનાર બે સંતાનોના પિતા એવા ઢગા પર નફરતની આંધી ઉઠી

મોરબી : મોરબી નજીક સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતીની 7 વર્ષની માસુમ બાળકી ઉપર ગઈકાલે બપોરના સમયે તે જ ફેકટરીમાં કામ કરતા એક શ્રમિકે હેવાનીયતભર્યુ દુષ્કર્મ આચર્યું છે.પોલીસે હતભાગી બાળાના પિતાની ફરિયાદ પરથી માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર બે સાંતનાના પિતા એવા નરાધમ આરોપીને પોલીસે ઝડપી લીધો છે.જોકે બાળકી ગંભીર. ઇજાગ્રસ્ત હોવાથી હાલ તેણી રાજકોટ સારવાર હેઠળ છે.પોલીસે આ ગંભીર ઘટનામાં મેડિકલ તપાસ તથા આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે સમગ્ર સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી માસુમ બાળકી પર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યાની ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી.આ ગંભીર ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા એ જણાવ્યું હતું કે, આ સીરામીક ફેકટરીમાં બહારના રાજ્યનું એક દંપતી મજૂરી કામ કરીને તેજ ફેક્ટરીની મજૂરોની ઓરડીમાં રહે છે ગઈકાલે બપોરના સમયે આ શ્રમિક દંપતીની 7 વર્ષની માસુમ બાળકી તેની ઓરડીની બહાર રમતી હતી.તે સમયે આ ફેકટરીમાં મજૂરી કામ કરીને ત્યાં જ અન્ય ઓરડીમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો વતની મોહરસિંગ ઉર્ફે મામૂ નામના એક મજુરે આ બાળકી પર નજર બગાડી હતી.કદાચ એ શખ્સે બાળકીને ચોકલેટ આપી દેવાની લાલચ આપીને પોતાની ઓરડીમાં લઇ જઈને પીખી નાખી હતી બાદમાં શ્રમિક દંપતીને પોતાની પુત્રી ગુમ થતા તેની શોધખોળ કરતો કરતો આ શખ્સની ઓરડીમાં પહોંચ્યો હતો.જ્યાં આ હેવાન શખ્સની પાપલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.

- text

વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર બાળકીના પિતાને પોતાની પુત્રીને આ મજુરે પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાની જાણ થતાં અન્ય મજૂરો પણ આવી જતા આરોપીને તેની ઓરડીમાં પુરી દીધો હતો.જોકે આ નરાધમની હેવાનીયતનો ભોગ બનેલી માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતા તેને નાજુક હાલતમાં જ તાકીદે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.હાલ આ બાળકી રાજકોટ સારવાર હેઠળ છે.આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મજૂરીનો ઓરડીથી આરોપી મોહરસિંગની ધરપકડ કરી હતી.તેમજ તાલુકા પોલીસે ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે 376 અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એસપીએ વધુમાં જણાવ્યું હતું કે આ ગંભીર ઘટના બાદ બાળકી રડતી હાલતમાં અને એના શરીરમાં ગંભીર ઇજા કરેલી હાલતમાં મળી આવી હતી. જોકે આરોપી અને બાળકીના પરિવાર વચ્ચે કોઈ સંબંધ નથી પણ એક જ રાજ્યના છે અને સાથે ફેકટરીમાં મજૂરી કામ કરે છે.આરોપી છેલ્લા ત્રણ માસથી અહીં મજૂરી કામે આવ્યો હતો અને એકલો જ રહેતો હતો.ત્યારે આ બનાવના પુરાવા એકત્ર કરવા માટે પોલીસે હતભાગી બાળાની મેકીડલ તપાસ કરાવી છે તેમજ ઘટનાસ્થળે એફએસએલની મદદથી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text