માળિયામાં શિક્ષકોના પ્રશ્ને પ્રાથમિક શિક્ષક સંઘનું મામલતદારને આવેદન

- text


માળિયા : માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પ્રશ્ને તાલુકા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં માળિયા તાલુકામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવનારા 5 મુખ્ય શિક્ષકોને સાથે રાખીને હાલમાં જે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકને કનગડતો નિર્ણય લીધો છે તે વધ ઘટ કેમ્પ કાયમી નાબૂદ કરવો તેમજ મુખ્ય શિક્ષકની ભરતી 2012 માં થઇ હોવા છતાં તેમના કોઈ નિયમો બન્યા નથી તેમને સત્રનો લાભ આપવો, ઉચ્ચતર પગાર ધોરણ ક્યુ મળે, કાલ્પનિક ઇજાફો, સળંગ નોકરી, સંખ્યા વધુ હોય ત્યાં 2 મુખ્ય શિક્ષક આપવા વગેરે જેવા પ્રશ્નના નિરાકરણ માટે માળિયા તાલુકાના મામલતદારને મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી તેમજ માળિયા તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હૂંબલ અને માળિયા તાલુકા પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસદાએ આવેદન આપ્યું હતું.

- text