મોરબીની નવયુગ વિદ્યાલયની છાત્રાઓએ A ડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે

- text


મોરબી : આજે તા. 27 ડિસેમ્બરને શુક્રવારના રોજ નવયુગ વિદ્યાલયની ધો. 11 કોમર્સની વિદ્યાર્થીની બહેનોએ ગુજરાતના સ્માર્ટ પોલીસ સ્ટેશન મોરબી A ડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ હતી. મુલાકાત દરમિયાન P.I. ચૌધરીએ પોલીસ સ્ટેશનના તમામ વિભાગોની મુલાકાત સાથોસાથ તેની આધુનિક સુવિધાઓ વિશે સંપૂર્ણ માહિતી આપેલ હતી. તેઓએ વિદ્યાર્થી બહેનોને જીવન પ્રેરક ઉમદા ઉદાહરણો આપી, જીવનમાં નિર્ભિક બનવા સૂચન આપેલ હતું.

- text

આ ઉપરાંત, પોલીસે સોશ્યલ ક્રાઈમ તેમજ સોશ્યલ મીડિયા વિશે ખાસ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને જુદા-જુદા હથિયારો બતાવી તેના ઉપયોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ સમગ્ર મોરબી શહેરની ત્રીજી આંખ સમાન અને બાજ નજર રાખનાર કેમરા અને તેના મલ્ટી મીડીયા કમ્પ્યુટર રુમની મુલાકાત દરમ્યાન વિશાળ સ્ક્રીન પર કેમેરાની ખૂબીઓ પ્રત્યક્ષ નિહાળી અભિભૂત થઈ ગયેલ હતા. વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયી મુલાકાત માટે નવયુગ સુપ્રિમો પી. ડી. કાંજીયાના માર્ગદર્શનથી નિલેષભાઈ અધારા, વિરલભાઈ ત્રિવેદી, અનસુયાબેન તથા હેતલબેન રામાનુજે જહેમત ઉઠાવેલ હતી.

- text