મોરબીમાં પોકસો અને બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

- text


વર્ષ 2015ના કેસમાં કોર્ટે આપ્યો દાખલારૂપ ચુકાદો

મોરબી : મોરબીમાં એક સગીરાને લગ્નની લાલચ આપીને તેની ઉપર બળાત્કાર ગુજારવાના વર્ષ 2015ના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને રૂ. 17500નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર વર્ષ 2015માં મોરબી તાલુકાના જેતપર ગામની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવીને તેને લગ્ન કરવાની લાલચ આપીને મહેશ દેવજીભાઈ પરમાર નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આ કેસ એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને કલમ 376 અને પોકસો હેઠળ 10 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો આદેશ કર્યો છે.

- text

જ્યારે આઇટી એકટ 67 હેઠળ 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વંધ્ય 6 માસની કેદનો હુકમ કર્યો છે. આઈપીસી 506/2 હેઠળ 1 વર્ષની કેદ અને રૂ. 2500નો દંડ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજાનો આદેશ કર્યો છે. આમ આરોપીને કુલ 10 વર્ષની કેદ અને રૂ. 17,500નો દંડ ફટકારવાનો દાખલારૂપ ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ સંજયભાઈ દવે રોકાયેલા હતા.

- text