સામાકાંઠે 5 દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા : 88 હજારના મુદ્દામાલની ચોરી

- text


ઘરધણી બહારગામ જતા તસ્કરોએ ઘરમાં કર્યો હાથફેરો : સોનાના દાગીના સહિત રોકડ રકમ ઉસેટી ગયા

મોરબી : મોરબી 2ના વૃષભનગર સ્થિત એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત 88,400ની મતા ઉસેડી જતા ઘરધણીએ બી.ડીવી.પો.મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી 2માં આવેલા વૃષભનગર, ચબૂતરા પાસે રહેતા પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ નિમાવત ઉં.વ.30 નામના નાગરિકે બી.ડીવી.પો.મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ 19 ડિસેમ્બર બપોરે 03:30થી 24 ડિસેમ્બર સાંજે 07:30 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો તેઓના બંધ મકાનને નિશાન બનાવી, મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જતા તિજોરી તોડીને તેમાં રાખેલા સોનાના કાપ, નાકના દાણા, કાનમાં પહેરવાની બુટ્ટી, પાટલા, વીંટી સહિતના દગીનાઓ કિંમત રૂ. 50,400 તેમજ રૂ. 38000 રોકડા આમ કુલ મળી 88400 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. 6 દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો.

- text

બી.ડીવી.પો.મથકે પ્રદીપભાઈની ફરિયાદ લઈ ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ લઈ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોના સગડ મેળવવાની કામગીરી હાથ ધરી છે. બનાવની તપાસ બી.ડીવી.ના પી.એસ.આઈ. બી.યુ. સોઢા ચલાવી રહ્યા છે.

- text