મોરબીના યુવાને 25 હજારની રોકડ રકમ સહિતનું પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દાખવી

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ પાસેથી શ્રી ભવાની અગરબત્તી વર્કસના માલિક ધ્યેય કાનાબારને ભવાની અગરબત્તી વર્કસ પાસેથી 25 હજારની રોકડ રકમ, ફોરેન્સિક કરન્સી તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતનું પાકીટ મળેલ હતું. જે પાકીટ ધ્યેયભાઈએ પાકીટના મૂળ માલિક મયુરભાઈ જીવાણીને પરત કરી પ્રમાણિકતા દાખવી છે. કોઈપણ જાતના સ્વાર્થ વિના રોકડ રકમ સહિતનું પાકીટ પરત કરનાર ધ્યેયભાઈનું ઉમદા કાર્ય સમાજ માટે પ્રમાણિકતાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ સમાન છે.

- text