મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શનિવારે તથા રવિવારે અભિવ્યક્તિ કાર્નિવલ

- text


મોરબી : મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગામી તા. 28 અને 29ના રોજ શનિવારે તથા રવિવારે અભિવ્યક્તિ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન GVIS કેમ્પસ, લજાઈ ક્રોસ રોડ, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી ખાતે 5થી 8 કલાક દરમિયાન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, આર્ટ, રોબોટિક્સ જેવી કલાની પ્રસ્તુતિ કરશે. આ તકે બુક ફેર તથા ફૂડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્નિવલને સફળ બનાવવા માટે આયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text