ખેલ મહાકુંભના બાકી રહેલ વિજેતાઓને ૨૮મીએ પ્રમાણપત્ર વિતરણ કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષા વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ તા:૧૪/૧૨/૨૦૧૯ના રોજ યોજયો હતો. જેમાં બાકી રહી ગયેલ વિજેતા ખેલાડીઓ માટે તા: ૨૮/૧૨/૨૦૧૯ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન ન્યૂ એરા પબ્લીક સ્કુલ રવાપર ધુનડા રોડ મોરબી ખાતે કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. જિલ્લાની તમામ શાળા, કોલેજો, સંસ્થાના ખેલ મહાકુંભ-૨૦૧૯ના જિલ્લાકક્ષાના તમામ રમતોના બાકી રહી ગયેલ વિજેતા ખેલાડીઓ સમયસર ઉપસ્થિત રહેવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવાયુ છે.

- text