વાંકાનેર : વિરપર-માટેલ રોડ સ્થિત વાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

- text


વાંકાનેર : નવા કેલેન્ડર વર્ષની ઉજવણી માટે વેંચાણ અર્થે સંઘરી રખાયેલા દારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના વિરપર-માટેલ રોડ સ્થિત એક વાડીમાંથી ગણનાપાત્ર માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પડાયો છે.

- text

વાંકાનેર તાલુકાના વિરપર-માટેલ રોડ પર અરમાનો સીરામીક સામે આવેલી વાડીમાંથી હીરાભાઈ અરજણભાઈ ધેણોજાને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની વાડીમાં વિદેશી દારૂ સંઘરીને આવનારી 31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુજાવવા સજ્જ હતો ત્યારે જ પોલીસને બાતમી મળતા વાડીમાં રેડ કરાઈ હતી. જેમાં પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વ્હીસ્કી 750 એમ.એલ.વાળી 79 બોટલ કિંમત રૂ. 23700, એપિસોડ ક્લાસિક વ્હીસ્કી 750 એમ.એલ.ની 13 બોટલ કિંમત રૂ.3900 તથા ક્રેઝી રોમિયો બ્રાન્ડના 180 એમ.એલ.ના ચપલા નંગ 92 કિંમત રૂ. 9200 અને એક લાવા કંપનીનો મોબાઈલ કિંમત રૂ.500 આમ કુલ મળીને 37300ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરાઈ છે. વેચાણ અર્થે લાવેલો દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો સહિતની બાબતો જાણવા માટે પોલીસે ધોરણસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text