મોરબીમાં કાલથી સાંસદ મોહન કુંડારિયા દ્વારા ઉકાળા વિતરણ કેન્દ્રનો પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં ચોમાસા બાદ વરસાદી વાતાવરણ અને ગંદકીના કારણે રોગચાળાનું જોર વધ્યું હતું અને ઘેર ઘેર માંદગીના ખાટલા ખટકાયા છે અને દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે.જોકે દિવાળી પછી ધીમીગતિએ ઠંડીની.મોસમ શરૂ થવા છતાં રોગચાળા ઉપર અંકુશ આવ્યો નથી.ત્યારે ઋતુજન્ય રોગ સામે રક્ષણ મેળવવા વિવિધ આર્યુવેદીક વનસ્પતિમાંથી બનાવાયેલા ઉકાળો સર્વોત્તમ મનાઈ છે.આથી સાંસદ મોહનભાઇ કુંડારિયા અને સમસ્ત ભાજપ પરિવાર દ્વારા મોરબીમાં લોકોને રોગો સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કેન્દ્ર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આશાપુરા ટાવર નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે આવતીકાલ તા.11ને સોમવાર દરરોજ સવારે 5-30 વાગ્યે ઉકાળા વિતરણ કેન્દ્રનો પ્રારંભ થશે અને દરરોજ વહેલી સવારે 5-30 વાગ્યેથી 7-30 વાગ્યા સુધી આ ઉપરોક્ત સ્થળે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ ઉકાળા વિતરણનો શહેરના તમામ લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text