વરસાદ અપડેટ : ટંકારાના બે ઇંચ નોંધાયો, મોરબી અને વાંકાનેરમાં ધોધમાર શરૂ

- text


ટંકારાના અમુક ગામોમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો : ખેડૂતોની પડ્યાં પર પાટુ જેવી હાલત : કમૌસમી વરસાદથી ખેતીની મુખ્ય ફસલ તલી,મગફળી,કપાસ સહિતની જણસને ભારે નુકશાન

મોરબી – ટંકારા : મોરબી જિલ્લામાં ભાઈ બીજના દિવસે અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે ટંકારા, વાંકાનેર અને મોરબીમાં કમૌસમી વરસાદ પડતા ખેડૂતોને ફરીથી પડ્યા પર પાટુ સમાન નુકશાનીની ભીતિ સર્જાય છે. જયારે આ વરસાદી માહોલથી બેકાબુ બનેલો રોગચાળો વધુ વકરે તેવી દહેશત સર્જાઈ છે. છેલ્લી સાંજના 6.45 વાગ્યેની વરસાદ અપડેટ મુજબ ટંકારા,આ સરકારી ચોપડા મુજબ 56mm એટલે કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે. જયારે મોરબી અને વાંકાનેરમાં પ્રથમ વરસાદી છાંટા બાદ મોદી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. જેના કારણે મોરબી શહેરમાં પાણી પાણી થઈ ગયું છે.

- text

મોરબી જિલ્લામાં તારીખ 29ને ભાઈબીજના દિવસે અચાનક વાતાવરણના પલ્ટા સાથે ટંકારા, વાંકાનેર અને મોરબી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણાના જણાવ્યું મુજબ ટંકારા શહેરમાં સાંજના 6.45 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો જયારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગાજવીજ અને તોફાની પવન સાથે ઓટાળા, સાવડિ, સરાયા, નેસડા, રામપર,નશિતપર, હજનાળી, હડમતિયા, સજજનપર, ગિડચ-પાનેલી-જાંબુડિયા-લાલપર-કાલિકાનગર-લગધીરપુર-જોધપર-રફાળીયા સહીતના મોટા ભાગના ગામોમાં ભારે વરસાદથી ખેતરમાથી પાણી નિકળી ગયા છે. આ કમૌસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની થવાનો ભય છે. જયારે વરસાદ સાથે જ ટંકારા, મોરબી અને વાંકાનેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- text