મચ્છુ 2 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે ભાઈબીજના દિવસે અષાઢી માહોલ સર્જાતા કમૌસમી 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે પેહેલથી ઓવરફ્લો થયેલા મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ 2 ડેમમાં આ કમૌસમી વરસાદના પગલે આજે ફરીથી પાણીની આવક થયા ડેમના 2 દરવાજા એક ફૂટ ખોલવાની ફરજ પડી છે. જોકે મોરબી જિલ્લામાં હાલ વરસાદે વિરામ લેતા લોકો અને તંત્રએ રાહતનો દમ લીધો હતો. જોકે મોરબી જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદના કારણે ખેતરોમાં પાકને અને પશુઓના ચારાને ભારે નુકશાની થઈ છે.

- text

- text