મોરબીના માથાભારે શખ્સને પાસ હેઠળ જેલ હવાલે કરાયો

- text


મોરબી : મોરબી જિલ્લામાં માથાભારે અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે ગઈકાલે તા. 29 ઓક્ટોબરના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌધરીએ જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે માથાભારે શખ્સ જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા રહે. જેલ રોડ, બોરિયા વાસ, મોરબીને મોરબી પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

- text