શક્તિ પ્લોટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી ચાર દુકાનોના વીજ ઉપકરણો બળી ગયા : લાખોનું નુકશાન

- text


મોરબી : શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં પી.જી.વી.સી.એલ. (વીજ બોર્ડ)ની લાપરવાહીથી દુકાનો, ઓફિસોમાં રહેલા ઉપકરણો બળી જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનો આક્ષેપ ભોગ બનનારાઓએ લગાવ્યો છે.

બનાવની સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં આવેલા લવ કુશ કોમ્પ્લેક્ષમાં શોટ સર્કિટ થતા દુકાન-ઓફિસોમાં રહેલા લાખો રૂપિયા વિદ્યુત ઉપકરણો બળી જતા લોકોમાં વીજ તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. વીજ તંત્રની લાપરવાહીથી પ્રભુભાઈ ડાંગર (વકીલ), બજાજ એલીસન્સ જી.આઈ.સી.લી., બેલ ફાસ્ટફૂડ, ઝોમાટોની દુકાનોના વીજ ઉપકરણો બળી ગયા હતા અને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. શોટ સર્કિટ થતા ભોગ બનનારાઓએ વીજ તંત્રને તુરંત ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વીજ તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી આ બાબતે સ્થળ પર ન પહોંચતા લોકોમાં રોષ છવાયો છે. આ અંગે ભોગ બનનારાઓએ આ નુક્શાનીનું જવાબદાર કોણ એવો અણિયારો સવાલ પણ ઉઠાવ્યો છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text