વાંકાનેર : પતિની પ્રેમિકાને પત્ની સહિત 4 શખ્સોએ માર માર્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં પતિ સાથે રહેવા મામલે તેની પ્રેમિકાને પત્ની સહિત ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આરતીબેન પીયુષભાઈ કનેજા ઉવ-29 રહે હાલે- રાજકોટ થોરાળા નાનજીભાઈ કોળીના મકાનમા ભાડેથી મુળ રહે- રાજકોટ માર્કેટ યાર્ડ સામે આંબાવાડી હાઉસીંગ બોર્ડના કવાટરની સામેના ભાગએ હિરબાઈ હનીફભાઈ મંધરા,કાસમભાઈ સંધી, કાસમભાઈનો ભાણેજ સોહીલ, મયલા નામનો માણસ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અગાભી પીપળીયા ગામની સીમમા હનીફભાઈની વાડીમા ફરીયાદી આરોપી હિરબાઈના પતિ સાથે રહેતી હોય જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા તેઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી ઢીકાપાટુ તેમજ લાકડી ધોકા વડે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની તપાસ વશરામભાઈ દેવાયતભાઈ એ.એસ.આઈ વાંકાનેર તાલુકા ચલાવી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text