કોર્પોરેટ ટેક્ષના ઘટાડાને આવકારતું મોરબી ચેમ્બર ઓફ કોમર્સ

- text


મોરબી : તાજેતરમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાને પગલે મંદીમાં સપડાયેલા ઉદ્યોગ જગતને બુસ્ટર ડોઝ મળ્યો છે. આ પગલાંથી તમામ ક્ષેત્રોમાં નવો સંચાર થયો છે. ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કોર્પોરેટ ટેક્ષમાં કરાયેલા ઘટાડાના પગલાને આવકારવામાં આવ્યું છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન મોદીને, આ સરાહનીય પગલું ભરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે. ટેક્ષ ઘટાડવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા જણાવાયું છે કે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ આ પગલાંને આવકારે છે. આ પગલાંને કારણે ભારતીય બજારમાં નવા રોકાણકારો આવશે. નવી નોકરીઓનું સર્જન થશે. ખાસ કરીને મોરબીના સિરામિક, સેનેટરિવેર, પેપર મિલ, ટ્રાન્સપોર્ટ અને ઘડિયાર ઉધોગને વિશેષ ફાયદારૂપ નીવડશે.

- text

કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કરવાથી 2025 સુધીમાં 5 ટ્રીલિયન ડોલર સુધી અર્થ વ્યવસ્થાનો ગ્રોથ થશે. સરકારની મેક ઇન ઇન્ડિયાની પહેલને મોરબી શહેરમાં ઉભરતા સીરામીક ઉદ્યોગોમાં રોકાણની તકો અને રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતો માટે આ લાભદાયી પગલું સાબિત થશે. 2025 સુધીમાં સિરામિક ઉદ્યોગનું ટર્નઓવર 80 હજાર કરોડ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા મોરબી ચેમ્બર ઓફ કોમર્સે વ્યક્ત કરી છે.

- text