મોરબીની કોટક રિદ્ધિનો સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક

- text


મોરબી : મોરબીમાં ગત તા. 18 સપ્ટે.ના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં 1000 મીટરની સ્કેટિંગ સ્પર્ધામાં કોટક રિદ્ધિ નયનભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તકે તેઓને પરિવાર, મિત્રો તથા શાળા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text