મોરબીમાં ભાજપ દ્વારા કાલે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ

- text


મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા કાલે તારીખ 17 સપ્ટે. મંગળવારના રોજ સવારે 8:00થી 10:00 વાગ્યા સુધી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન સાર્વજનિક આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા માટે જરૂરિયાતમંદ દર્દીઓને ભાજપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે ડૉ.ચેતન અઘરા (મો.નં – 75750 8888) પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text